Tuesday, 6 October 2020

મોરેટોરિયમ પીરિયડમાં વ્યાજ પર વ્યાજ ચુકવવાની જરૂર પડશે નહીં

·                                          



                       રિઝર્વ બેન્કે જ્યારે મોરેટોરિયમની જાહેરાત કરી તો તે લોનમાં કોઈ છૂટ હતી. તે એક સુવિધા હતી, જેથી કોવિડ-19થી અસર પામેલા લોકોને તાત્કાલિક રાહત મળી શકે. લોન પર વ્યાજ તો લાગતુ હતું અને તે મૂળ લોનની રકમમાં જોડાયેલ અને વ્યાજ પર પણ વ્યાજ લાગે. સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તે વ્યાજ પર વ્યાજ માફ કરવા માટે છે.

·                        ધારો કે તમે 20 વર્ષ માટે 8.50 ટકા દરથી 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. હોમ લોન પર 1.041 કરોડ રૂપિયા ચુકવવાના છે. પહેલી 12 EMI તમે ચુકવી દીધી હતી. પછી EMI નંબર 13થી 19 સુધી તમે કોવિડ-19 માટે મળેલા મોરેટોરિયમનો લાભ મેળવ્યો.  તેનાથી તમારે જે કુલ રકમ બેન્કને પરત કરવાની હતી તે રૂપિયા 1.041 કરોડથી વધી રૂપિયા 1.80 કરોડ થઈ ગઈછે. લોનની મુદત પણ 240થી વધી 280 મહિના થઈ ગઈ. લોન મોરેટોરિયમનો લાભ  મેળવનારને ઘણુ નુકસાન થાય છે. સ્થિતિમાં સરકારનો પ્રસ્તાવ ખૂબ રાહત આપનારો સાબિત થશે.

               સુપ્રીમ કોર્ટ જે પણ ચુકાદો આપે પણ મુદ્દો વ્યાજનો નથી, પણ તેની ઉપર લાગનારા કમ્પાઉન્ડિંગ વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો છે. તેને મોરેટોરિયમનો લાભ મેળવવાના સંજોગોમાં વ્યાજ તો ચુકવવું પડશે. સંપૂર્ણ વ્યાજ માફ નહીં થાય.

                

·                       બાબત પણ સ્પષ્ટ નથી કે જે લોકોને મોરેટોરિયમનો લાભ ઉઠાવી શક્યા નથી અને તે સમય દરમિયાન EMI ચુકવ્યુ છે તેમને શું લાભ મળશે?



        



   

1 comment:

Ketul Shah said...

Yes , If we want know about the benefits of our existing loan then we shall contact our respective bankers after 10/10/2020